મદદ લો
Maitri- મૈત્રી સાન ફ્રાન્સિસ્કો ખાડી ક્ષેત્રમાં સ્થાપિત એક નિશુલ્ક, વિશ્વાસુ અને ગુપ્ત સંસ્થા છે, જે મુખ્યત્વે દક્ષિણ એશિયાના (બાંગ્લાદેશ, ભારત, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા સહિત અન્ય લોકો) પરિવારો અને વ્યક્તિઓને ને ઘરેલું હિંસા, ભાવનાત્મક દુર્વ્યવહાર, સાંસ્કૃતિક પતન, અથવા કૌટુંબિક સંઘર્ષ માં મફત મદદ કરે છે.
તમે અથવા તમે જાણો છો જે કોઈ અપમાનજનક સંબંધમાં છે? મદદ જોઈતી છે ?
ફોન કરો +1-888-862-4874
કોઈની સાથે વાત કરવા માટે, અઠવાડિયાના સોમવાર થી શુક્રવારના દિવસોમાં સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ફોન કરો; નહિંતર, કૃપા કરીને તમારા સુધી પહોંચવા માટે સલામત ફોન નંબર અને સલામત સમય સાથે વિગતવાર સંદેશ મૂકો. અમારા સ્વયંસેવકો તમારો સંદેશો પ્પ્રાપ્ત કર્યા પછી 24 કલાકમાં તમારા ફોનનો જવાબ પાછો આપશે.
જો આ કટોકટી છે અથવા તમે ઘાયલ થયા છો, તો તાત્કાલિક 911 પર ફોન કરો. પોલીસ તમને મદદ કરવા માટે હાજર છે. જો તમે વાત નથી કરી શકતા, તો ફક્ત 911 ડાયલ કરો અને ફોનને ચાલુ રાખો - કાપી દેતા નહિ. પોલીસ તુરંત મદદ મોકલશે.
અમે તમારા ફોનનો જવાબ આપવા માટે અહીં યા છીએ:
જો તમે કોઈ અત્યાચારજનક પરિસ્થિતિમાં છો - તો અમે તમારી સલામતી માટે આયોજનમાં તમને મદદ કરી શકીએ છીએ અને તમારા વિકલ્પો સમજાવી શકીએ છીએ.
જો તમને કોઈ પ્રશ્નો હોય તો - અમે તેનો જવાબ આપીશું અથવા તમને યોગ્ય સાધન તરફ દોરીશું.
જો તમે વાત કરવા માંગતા હો અથવા મુશ્કેલ પરિસ્થિતિમાં શું કરવું તેની ચર્ચા કરવા માંગતા હો તો- અમે તમને એક વ્યક્તિગત સલાહકાર સાથે મલાવી શકીએ છીએ.
જો તમે કાનૂની સહાયની શોધમાં હોવ તો - અમે પ્રતિબંધિત હુકમ મેળવવા માટેના દસ્તાવેજ મેળવવામાં , કોર્ટની સુનાવણીમાં અને કોર્ટમાં સાથે જોડાવાની તૈયારીમાં , વકીલોની યાદીઓ મેળવામાં અને અન્ય કાનૂની પ્રશ્નોના જવાબોમાં મદદ કરી શકીએ છીએ.
જો તમારી પાસે અંગ્રેજી ભાષા સમજવાની સમસ્યા છે અને તમે અંગ્રેજી નથી બોલી શકતા તો - અમારી પાસે ઘણાં દક્ષિણ એશિયન ભાષાઓ બોલતા સ્વયંસેવકો છે.